Notifications
7 newJobs, results, call letters & papers
Notifications
7 newJobs, results, call letters & papers
GSSSB Staff Nurse Recruitment 2026-27: Gujarat GSSSB has announced 131 Staff Nurse Class-3 posts under Advertisement No. 458/2026-27. Check eligibility, salary, important dates, exam pattern and online application process.
Organization
Gujarat Subordinate Service Selection Board (GSSSB)
Location
GUJARAT
Total Posts
131 Posts
સંવર્ગનું નામ: સ્ટાફ નર્સ, વર્ગ-૩
વિભાગ/ખાતાનું નામ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના નિયામકશ્રી, કામદાર રાજ્ય વીમા યોજનાની કચેરી
કુલ જગ્યાઓ: ૧૩૧ જગ્યાઓ
કેટેગરીવાર જગ્યાઓનું વિભાજન:
બિનઅનામત (સામાન્ય): ૪૫ જગ્યાઓ
આર્થિક રીતે નબળા વર્ગ (EWS): ૧૩ જગ્યાઓ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC): ૪૫ જગ્યાઓ
અનુસૂચિત જાતિ (SC): ૧૬ જગ્યાઓ
અનુસૂચિત જનજાતિ (ST): ૧૧ જગ્યાઓ
(મહિલાઓ માટે અનામત જગ્યાઓ ઉપરોક્ત કેટેગરી મુજબ નિયમાનુસાર અલગથી છે).
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૨૮/૦૯/2૦૨૬ (બપોરે ૧૮:૦૦ કલાકથી)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૨/૧૦/૨૦૨૬ (રાત્રિના ૧૧:૫૯ કલાક સુધી)
ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ: ૧૫/૧૦/૨૦૨૬ (રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી)
શૈક્ષણિક લાયકાત:
ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી B.Sc. (Nursing) ની ડિગ્રી (ગુજરાત અથવા ઇન્ડિયન નર્સીંગ કાઉન્સિલ દ્વારા માન્ય) અથવા ગુજરાત કે ઇન્ડિયન નર્સીંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી General Nursing Midwifery (GNM) માં ડિપ્લોમા.
સરકારશ્રીના નિયમોનુસાર કમ્પ્યુટરના બેઝિક જ્ઞાનનું પ્રમાણપત્ર.
ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન.
મહત્વની નોંધ: ઉમેદવારે નિમણૂક સમયે ગુજરાત નર્સીંગ કાઉન્સિલ (Gujarat Nursing Council) માં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું અનિવાર્ય છે.
નાણા વિભાગના નિયમો અનુસાર પ્રથમ ૫ વર્ષ માટે પ્રતિમાસ રૂ. ૪૦,૮૦૦/- ના ફિક્સ્ડ પગારથી નિમણૂક આપવામાં આવશે.
૫ વર્ષની સેવા સંતોષકારક જણાયેથી, ૭મા પગાર પંચ મુજબ રૂ. ૨૯,૨૦૦ - રૂ. ૯૨,૩૦૦ (લેવલ-૫) ના નિયમિત પગારધોરણમાં સમાવેશ કરવામાં આવશે.
લઘુત્તમ વય: ૧૮ વર્ષ
મહત્તમ વય: ૩૫ વર્ષ
વય મર્યાદામાં છૂટછાટ:
સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો: ૫ વર્ષ (મહત્તમ ૪૦ વર્ષ સુધી)
અનામત વર્ગના પુરુષ ઉમેદવારો (SC/ST/SEBC/EWS): ૫ વર્ષ (મહત્તમ ૪૦ વર્ષ સુધી)
અનામત વર્ગના મહિલા ઉમેદવારો: ૧૦ વર્ષ (મહત્તમ ૪૫ વર્ષ સુધી)
દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારોને સરકારના નિયમોનુસાર વિશેષ છૂટછાટ મળશે.
બિનઅનામત (સામાન્ય) વર્ગના ઉમેદવારો: રૂ. ૫૦૦/- (+ ટ્રાન્ઝેક્શન ફી)
અનામત વર્ગ (SC, ST, SEBC, EWS, મહિલાઓ, દિવ્યાંગ અને એક્સ-સર્વિસમેન): રૂ. ૪૦૦/- (+ ટ્રાન્ઝેક્શન ફી)
(ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે).
પરીક્ષા MCQ (Multiple Choice Questions) પદ્ધતિથી લેવામાં આવશે, જેમાં બે પેપર રહેશે:
પેપર-૧ (નર્સીંગ વિષય): ૧૦૦ ગુણ (સમય: ૨ કલાક)
ફન્ડામેન્ટલ ઓફ નર્સીંગ: ૨૦ ગુણ
મેડિકલ સર્જીકલ નર્સીંગ: ૨૦ ગુણ
મીડવાઇફરી અને પીડીયાટ્રીક નર્સીંગ: ૨૦ ગુણ
મેન્ટલ હેલ્થ અને સાયક્યાટ્રીક નર્સીંગ: ૨૦ ગુણ
કોમ્યુનીટી હેલ્થ નર્સીંગ: ૨૦ ગુણ
પેપર-૨ (ગુજરાતી ભાષા): ૧૦૦ ગુણ (સમય: ૨ કલાક)
ભાષા (Language): ૩૦ ગુણ
વ્યાકરણ (Grammar): ૪૦ ગુણ
સાહિત્ય (Literature): ૩૦ ગુણ
નેગેટિવ માર્કિંગ: ખોટા જવાબના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ ગુણના ૧/૪ ભાગ (૦.૨૫ માર્ક) કાપવામાં આવશે. બંને પેપરમાં અલગ-અલગ ન્યૂનતમ ૪૦% ગુણ મેળવી ઉત્તીર્ણ થવું અનિવાર્ય છે.
૧. ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈને OTR (One Time Registration) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
૨. અરજી કર્યા બાદ પરીક્ષા ફી ઓનલાઈન જમા કરાવવાની રહેશે. ૩. અરજીની પ્રિન્ટઆઉટ કાઢીને ભવિષ્યના સંદર્ભ માટે સુરક્ષિત રાખવી.
Payment Mode
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.