Notifications
You’re up to date
Notifications
You’re up to date
મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની કુલ- ૮૨ જગ્યાઓ માટે સીધી ભરતી
Organization
Gujarat Subordinate Service Selection Board (GSSSB)
Location
ગુજરાત
Qualification
Bachelor degree in Business Administration or Computer Application or Commerce or Science (Mathematics/ Statistics) or Arts (Statistics/Economics/ Mathematics)
Total Posts
82 Posts
Key Points:
|
વિગતો |
માહિતી |
|
જાહેરાત ક્રમાંક |
GSSSB/202627/450 |
|
પરીક્ષા લેનાર સંસ્થા |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
|
જગ્યાનું નામ |
મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ, વર્ગ-૩ |
|
કુલ જગ્યાઓ |
82 |
|
અરજી શરૂ થવાની તારીખ |
01 ઓગસ્ટ 2026 (14:00 PM) |
|
અરજી કરવાની અંતિમ તારીખ |
21 ઓગસ્ટ 2026 (23:59 PM) |
|
પરીક્ષાની તારીખ |
- |
|
સત્તાવાર વેબસાઇટ |
Vacancy Details:

Eligibility Criteria:
a. possess a Bachelor degree in Business Administration or Computer Application or Commerce or Science (Mathematics/ Statistics) or Arts (Statistics/Economics/ Mathematics) obtained from any of the Universities or institutions established or incorporated by or under the Central or a State Act in India; or any other educational institution recognised as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956; or possess an equivalent qualification recognised by the Government; and
b. possess the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967; and
c. possess the adequate knowledge of Gujarati or Hindi or Both
d. Provided that a candidate who has appeared at a degree examination, the passing of which would render him educationally qualified for the Preliminary Examination, but the result of such examination is not declared, till the last date of filling of the application form as also the candidates who intend to appear at such qualifying examination shall also be eligible for admission to the Preliminary examinations.
નોંધ: B.Sc. (CA & IT) તથા M.Sc.(CA & IT)ના ડિગ્રી ધારક ઉમેદવારોને આ જગ્યા માટે લાયક ગણવામાં આવેલ નથી.
e. All candidates who are declared qualified by the Board for appearing in the Main Examination shall be required to produce proof of passing the required examination along with their application for the Main Examination:
Provided that a candidate who fails to produce proof of passing the required examination shall not be eligible for admission to the Main Examination.
ઉમેદવારે જાહેરાતમાં સુચવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત અંગે સ્નાતક પરીક્ષા પાસ કર્યાની તારીખ (કટ ઓફ ડેટ) મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા માટેની આખરી તારીખ ગણવામાં આવશે.
Age Limit:
તા. ૨૧/૦૮/૨૦૨૬ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ;
ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી(સામાન્ય) નિયમો, ૧૯૬૭ની જોગવાઈઓ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.
સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.


Exam Fees:
પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબની ફી ઓનલાઇન માધ્યમથી જ ભરવાની થાય છે. ઉમેદવારોએ OJAS વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કરી confirmation number મેળવ્યા બાદ, પરીક્ષા ફી છેલ્લી તા.૨૩/૦૮/૨૦૨૬ (૨૩:૫૯ કલાક) સુધીમાં ફરજિયાત ઓન–લાઇન ભરવાની રહેશે. ઓન–લાઇન માધ્યમથી ફી ભરવા માટે OJAS વેબસાઇટ પર Online Application ટેબમાં Print Application Form / Pay Fees પર Click કરવાથી Online Payment માટેના Options દેખાશે. જેમાં Online Payment of Fees પર Click કરવું. જેમાં ડેબિટ કાર્ડ (Debit Card), ઈન્ટરનેટ બેંકિંગ (Internet Banking), UPI અથવા વોલેટ (Wallets) દ્વારા ભરવાની રહેશે. આ ચાર માધ્યમ પૈકીના કોઈ પણ એક માધ્યમ દ્વારા ફી ભર્યા બાદ રસીદ જનરેટ થશે, જેની પ્રિન્ટ મેળવી લેવાની સુચના મળશે. Online Application ટેબમાં Print Application Form / Pay Fees પર Click કર્યા બાદ Online Payment Receipt પર કલીક કરવાથી પણ રસીદની પ્રિન્ટ મેળવી શકાશે. ઓનલાઇન માધ્યમથી ફી ભરનાર ઉમેદવારે પરીક્ષા ફી ઉપરાંત નિયમોનુસાર ટ્રાન્જેક્શન ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ બાદ ફી ભરવા માટેની લિન્ક આપોઆપ બંધ થઈ જશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે (લેઈટ ફી લઈને પણ) પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં.
નોંધ: ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા ઈ–રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહિ અને જ્યાં સુધી ફી ભરાયેલ નહિ હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહિ.
પરીક્ષા માટેની ફી ઓનલાઈન માધ્યમ સિવાયના અન્ય કોઈ પણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને તેઓએ જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલ હશે તે માધ્યમથી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે નહીં.
પરીક્ષા ફી નહીં ભરતા ઉમેદવારની અરજી માન્ય રહેશે નહીં તથા તે ઉમેદવારનું અરજીફોર્મ કોઈ પણ જાતની જાણ કર્યા વગર મંડળ દ્વારા ‘રદ’ કરવામાં આવશે.
મંડળ દ્વારા અરજી રદ થવાના કિસ્સામાં પણ ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલ પરીક્ષા ફી પરત મળવા પાત્ર (રિફંડ) રહેશે નહીં.
આ સંવર્ગના ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઓનલાઈન અરજી ભરવા તેમજ ફી ભરવા સંબંધિત કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળની કચેરીના ફોન નંબર: ૦૭૯– ૨૩૨૫૮૯૧૬ પર સંપર્ક કરી શકાશે.
Exam Pattern:
(૧) આ ભરતી માટે પરીક્ષા બે તબક્કાઓમાં લેવામાં આવશે. બીજા તબક્કાની મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોની પસંદગી માટે પ્રથમ તબક્કાની પ્રિલિમ પરીક્ષા હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT / OMR (Computer Based Respose Test/ Optical Mark Recognisation) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક સ્વરૂપના બે પેપરોની હશે.
(૨) રાજ્ય સરકારશ્રીના સીધી ભરતી માટે પરીક્ષા નિયમોના સંદર્ભમાં (1) Preliminary Examination (MCQs) (ભાગ-૧) અને (2) Main Examination (Written) (ભાગ-૨) માટે નાણાં વિભાગના તા.૩૦/૦૯/૨૦૨૩ના જાહેરનામા ક્રમાંક: (GN-68)FD/GRO/e-file/4/2023/2746/GH તથા તા.૧૧/૦૧/૨૦૨૪ના જાહેરનામા ક્રમાંક: No.(GN-5)FD/GRO/e-file/4/2023/2746/Ghથી નિયત કરવામાં આવેલ પરીક્ષા માટેના અભ્યાસક્રમ અને પદ્ધતિ અનુસાર સદર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવાની રહે છે.
(૩) નિયત સમયમર્યાદામાં ઓન-લાઇન મળેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી (એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ? અને પરીક્ષા ફી ભરેલ છે કે કેમ? વગેરે) મંડળ દ્વારા કરી લાયક ઠરેલ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા માટે કામચલાઉ ધોરણે અનુમતિ આપવામાં આવશે.
(૪) જે ઉમેદવારો Preliminary Examination (MCQs) પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના ૧/૪ માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટીવ માર્કીંગ પદ્ધતિ અપનાવવામાં આવશે.
(૫) પરીક્ષા પૂર્ણ થયેથી મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી(PAK) પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રોવિઝનલ આન્સર કી(PAK) સંબંધે ઉમેદવાર દ્વારા મળેલ વાંધાસૂચનો ધ્યાને લઈ ફાઈનલ આન્સર કી(FAK) પ્રસિદ્ધ કરવામાં આવશે.
(૬) ફાઈનલ આન્સર કી (FAK) માં કોઈ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો, તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નના ગુણની બાકી રહેલ પ્રશ્નના ગુણભારમાં પ્રો-રેટા (Pro-Rata) મુજબ ગણતરી કરવામાં આવશે.
(૭) ઉમેદવાર પ્રશ્નનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રો-રેટા (Pro-Rata) અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે, ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો-રેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના ૧/૪ માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે.
(૮) જે ઉમેદવારો Preliminary Examination (MCQs) ભાગ-૧ના અંતે Main Examination (Written) ભાગ-૨ માં બેસવા માટે લાયક ઠરેલા છે. તેવા ઉમેદવારોએ Main Examination (Written) ભાગ-૨માં બન્ને પેપરોમાં ઉપસ્થિત રહેવું ફરજીયાત છે અન્યથા આવા ઉમેદવારો એટલે કે Main Examination (Written) ભાગ-૨ના બન્ને પેપરો અથવા કોઈ એક પેપરમાં ઉપસ્થિત નહીં રહેલ ઉમેદવારોને પસંદગી માટે ગેરલાયક ગણવામાં આવશે.
(૯) જાહેરાતમાં દર્શાવેલ કુલ જગ્યાઓના લગભગ ૭ (સાત) ગણા ઉમેદવારોને ઉપલબ્ધતા ધ્યાને લઈ મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક) ભાગ-૨ માં બેસવા માટે લાયક ઠરાવવામાં આવશે.
(૧૦) પાત્રતા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારને પ્રાથમિક અને મુખ્ય પરીક્ષામાં પેપરદીઠ પ્રતિ કલાકે ૨૦ મિનિટનો વળતરનો સમય (Compensatory time) આપવામાં આવશે. જેની મંજુરી પરીક્ષા અગાઉ મંડળ પાસેથી મેળવી લેવાની રહેશે.
(૧૧) આ ભરતી સંદર્ભે યોજવાની થતી બે કસોટીઓની વિગતો નીચે મુજબની રહેશે.
(1) SCHEME AND SUBJECTS FOR THE PRELIMINARY EXAMINATION
The Preliminary Examination shall consist of one Paper of total 150 Marks as follow:

The objective type Elimination Test shall consist of Multiple Choice Questions (MCQs)
Every question shall be of 1 mark.
Every attempted question with an incorrect answer shall carry a negative mark of 0.25.
(2) SCHEME AND SUBJECTS OF THE MAIN EXAMINATION
The scheme and subjects of the Main Examination shall consist Total Marks of the following papers:

Note:
a) The standard of Gujarati Paper shall be equivalent to Gujarati subjects (Higher Level) of the Twelfth standard of Gujarat Secondary and Higher Secondary Education Board.
b) The standard of English Paper shall be equivalent to English subjects (Higher Level) of Twelfth standard of Gujarat Secondary and Higher Secondary.
c) The standard and the course content of the syllabus for Paper 2 (Accountancy and Auditing, etc.) shall be of a degree level. The Scheme of the Paper shall be as prescribed in Appendix-B.
d) The details of the syllabus shall be as prescribed in Appendix-A and B.
e) The question papers for the main examination shall be of Descriptive type.
(૧૨) પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આ સાથે સામેલ Appendix-A અને B મુજબનો રહેશે.
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.