Notifications
You’re up to date
Notifications
You’re up to date
યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૭(IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગ્રુપ “A” કેન્દ્રીય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પ્રશિક્ષણવર્ગ ૨૦૨૬-૨૭ની પ્રવેશ પરીક્ષા ૨૦૨૬ માટે સ્પીપા દ્વારા ઓનલાઇન અરજી
Organization
Sardar Patel Institution of Public Administration (SPIPA)
Location
ગુજરાત
Qualification
Any Graduate
જાહેરાત નં. સ્પીપા/૨૦૨૬૨૭/૧
યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૭ (IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગૃપ “A” કેન્દ્રીય સેવાઓ માટેનો પ્રશિક્ષણવર્ગ ૨૦૨૬-૨૭
(આ ગુજરાત સરકાર ધ્વારા સંચાલિત પ્રશિક્ષણવર્ગ છે. નોકરી માટેની જાહેરાત નથી.)
યુ.પી.એસ.સી. દ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે. જે અન્વયે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૭(IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગ્રુપ “A” કેન્દ્રીય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પ્રશિક્ષણવર્ગ ૨૦૨૬-૨૭ની પ્રવેશ પરીક્ષા ૨૦૨૬ માટે સ્પીપા દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. જે અન્વયે ઉમેદવારે http://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર તા.૦૭/૦૮/૨૦૨૬ (બપોરે ૧૪.૦૦ કલાકથી) થી તા.૦૫/૦૯/૨૦૨૬ (સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) સુધી ઓનલાઇન અરજી કરી પ્રવેશ પરીક્ષા ફી ભરવાની રહેશે.
સ્પીપા, અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના તાલીમ કેન્દ્રો ખાતે તાલીમકેન્દ્ર દીઠ ગુજરાત સરકારની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ ભરવામાં આવનાર તાલીમાર્થીઓની સંખ્યા (ફાળવેલ સંખ્યાબળની વિગત)નો ઉલ્લેખ આ વિગતવાર જાહેરાતમાં કરવામાં આવેલ નથી, તેની જાહેરાત પ્રવેશ પરીક્ષાના અંતિમ પરીણામની સાથે પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
Key Points:
|
વિગતો |
માહિતી |
|
જાહેરાત ક્રમાંક |
SPIPA/202627/1 |
|
પરીક્ષા લેનાર સંસ્થા |
SPIPA |
|
અરજી શરૂ થવાની તારીખ |
07 ઓગસ્ટ 2026 (14:00 PM) |
|
અરજી કરવાની અંતિમ તારીખ |
05 સપ્ટેમ્બર 2026 (23:59 PM) |
|
પરીક્ષાની તારીખ |
27/09/2026 |
|
સત્તાવાર વેબસાઇટ |
Eligibility Criteria:
A. શૈક્ષણિક લાયકાત: કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્થાપિત માન્ય યુનિવર્સીટી/ ડીમ્ડ યુનિવર્સીટીમાંથી સ્નાતક થયેલ હોવા જોઇએ.
B. જે ઉમેદવારો સ્નાતક કક્ષાના અંતિમ સેમેસ્ટરમાં હોય તે પણ અરજી કરી શકશે. (સ્નાતક કક્ષાના અંતિમ સેમેસ્ટરમાં હોય અને ઓનલાઇન અરજી કરેલ હોય તેવા ઉમેદવારોએ ડોકયુમેન્ટ વેરીફીકેશન સમયે સ્નાતક અંગેના યોગ્ય પુરાવા જેવા કે ડિગ્રી સર્ટિફિકેટ/અંતિમ સેમેસ્ટરની માર્કશીટ તેવા ઉમેદવારોનો પ્રવેશ સંબંધિત સંસ્થાનો નિર્ણય આખરી રહેશે.)
નોંધ: જે ઉમેદવારો સ્નાતક કક્ષાના અંતિમ સેમેસ્ટરમાં હોય તેઓએ ઓનલાઇન અરજી કરતી વખતે Yet to appear for last semester of Graduation, Exam/Result awaited સિલેકટ કરવું અને સ્નાતક કક્ષાની વિગતો ભરતી વખતે Percentage, No. Of Trials & Last Trial Seat No. માં 0(શૂન્ય) લખવું અને Class માં Not Applicable (NA) પસંદ કરવું.
C. રાષ્ટ્રીયતા: ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઇએ.
D. આ તાલીમમાં જે ઉમેદવારની માતૃભાષા ગુજરાતી હોય અથવા જે ઉમેદવારે માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરી હોય અથવા સ્નાતક કક્ષાની પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરેલ હોય અથવા ગુજરાતમાં પાંચ વર્ષનો વસવાટ કરેલ હોય અને હાલ ગુજરાતમાં સ્થાયી હોય તેવા ઉમેદવાર આ તાલીમવર્ગમાં દાખલ થવા માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષામાં અરજી કરી શકશે.
E. જાહેરાતમાં દર્શાવેલ તમામ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, સંબંધિત જાતિ પ્રમાણપત્રો, સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવાર માટેનું નોન-ક્રીમીલેયર સર્ટીફીકેટ, આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે પાત્રતા પ્રમાણપત્ર તથા અન્ય તમામ ડોક્યુમેન્ટસ સંસ્થા દ્વારા જે તારીખે રજુ કરવા જણાવવામાં આવે તે તારીખની સ્થિતિએ સરકારશ્રીની પ્રવર્તમાન સૂચનાઓની જોગવાઇઓને ધ્યાનમાં લેવામાં આવશે.
Age Limit:
(તા.૦૧/૦૮/૨૦૨૭ ની સ્થિતિએ)
A. ઓછામાં ઓછા ૨૧ વર્ષ અને વધુમાં વધુ ૩૨ વર્ષ સુધી
B. બિનઅનામત (General Category) અને આર્થિક રીતે નબળા વર્ગ (Economically Weaker Section) ના ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે નહી
C. સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગ (SEBC) ના ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
D. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
E. માજી સૈનિક ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
F. દિવ્યાંગ ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
Exam Fees:
Exam Pattern:
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.
₹9,120
+ ₹800 Shipping
₹6,600
+ ₹640 Shipping
₹630
+ ₹60 Shipping