Notifications
4 newJobs, results, call letters & papers
Notifications
4 newJobs, results, call letters & papers
Organization
Gujarat Police Recruitment Board (GPRB)
Released On
8 Jul 2026

ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર સંવર્ગમાં માટે કુલ 13591 જેટલી જગ્યાઓ માટેની ભરતી આયોજિત કરવામાં આવી હતી. જેમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે:
સંબંધિત ઉમેદવારો માટે ફાઇનલ આન્સર કી અંગેની અગત્યની જાણકારી અને સુધારા:
પ્રોવિઝનલ આન્સર કી અને વાંધા-અરજી: તારીખ 14-06-2026 ના રોજ લેવાયેલ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 20-06-2026 ના રોજ જાહેર કરાઈ હતી. ઉમેદવારો તરફથી મળેલ ઓનલાઈન વાંધા-રજૂઆતોની વિષય નિષ્ણાતો દ્વારા ચકાસણી કર્યા બાદ જ આ ફાઇનલ આન્સર કી (માસ્ટર સેટ મુજબ) તૈયાર કરવામાં આવી છે.
માસ્ટર સેટના પ્રશ્નોમાં થયેલા ફેરફારો:
જવાબ બદલાયો છે: પ્રશ્ન નંબર: 16 નો સાચો જવાબ અગાઉ (D) હતો, તેના બદલે હવે (B) જાહેર કરવામાં આવ્યો છે.
એકથી વધુ વિકલ્પો સાચા છે: પ્રશ્ન નંબર: 168 નો સાચો જવાબ (B) અથવા (C) બંને માન્ય રાખવામાં આવ્યા છે.
રદ થયેલ પ્રશ્નો: પ્રશ્ન નંબર: 18, 19 અને 20 રદ કરવામાં આવ્યા છે.
ગ્રેસિંગ માર્ક્સ (Grace Marks): રદ કરેલ પ્રશ્ન દીઠ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોને ૧ (એક) ગુણ સમાન રીતે મળવાપાત્ર રહેશે. (એટલે કે 3 પ્રશ્નો રદ થયા હોવાથી તે મુજબ લાભ મળશે).
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.