Notifications
8 newJobs, results, call letters & papers
Notifications
8 newJobs, results, call letters & papers
GSSSB Accountant, Auditor & Sub Accountant Exam Date 2026 જાહેર | 776 જગ્યાઓ માટે પ્રિલિમ પરીક્ષા કાર્યક્રમ જાહેર
Organization
Gujarat Subordinate Service Selection Board (GSSSB)
Exam Date
22 Nov 2026
Call Letter
પરીક્ષા તારીખ : 22/11/2026 થી 24/11/2026
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ), અધિક્ષક વર્ગ-3 તથા પેટા હિસાબનીશ/સબ ઓડિટર વર્ગ-3ની ભરતી માટે પ્રિલિમ પરીક્ષાના કાર્યક્રમ અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 366/2025-26 હેઠળ કુલ 776 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની પ્રાથમિક પરીક્ષા MCQ-CBRT પદ્ધતિથી 22 નવેમ્બર 2026 થી 24 નવેમ્બર 2026 દરમિયાન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત ક્રમાંક: 366/2025-26
કુલ જગ્યાઓ: 776
પરીક્ષાનું નામ: GSSSB Accountant & Sub Accountant Preliminary Exam 2026
પરીક્ષા તારીખ: 22/11/2026 થી 24/11/2026
પરીક્ષા પદ્ધતિ: MCQ-CBRT (Computer Based Recruitment Test)
જાહેરાત તારીખ: 14/10/2026
સ્થળ: ગાંધીનગર
પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ, ઉમેદવારોના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ તથા અન્ય જરૂરી સૂચનાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઇટ પર આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
ઉમેદવારોને પરીક્ષાની તારીખ, સમય, સ્થળ અને કોલ લેટર સંબંધિત નવીનતમ માહિતી માટે મંડળની વેબસાઇટ નિયમિત તપાસવાની સલાહ આપવામાં આવે છે.
GSSSB Official Website:
https://gsssb.gujarat.gov.in
OJAS Gujarat Website:
https://ojas.gujarat.gov.in
નોંધ: ઉપરોક્ત પરીક્ષા તારીખો મંડળની તારીખ 14/10/2026ની જાહેરાત મુજબ છે. ઉમેદવારોએ વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ તપાસવી.

Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.