Notifications
You’re up to date
Notifications
You’re up to date
Syllabus of Main Examination for GAS Class-1, Gujarat Civil Services Class-1 and Class-2 and Gujarat Municipal Chief Officer Service, Class-2. Mains Exam Updated syllabus published on 31/07/2026
Languages
Gujarati, English
Sections
1
Last Updated
14 Aug 2026
GPSC દ્વારા જાહેર કરાયેલા આ અભ્યાસક્રમમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની મુખ્ય પરીક્ષાનો સમાવેશ થાય છે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના ગુણવત્તાલક્ષી પેપર ઉપરાંત નિબંધ અને ચાર સામાન્ય અભ્યાસના પેપરનો સમાવેશ થાય છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પેપર માત્ર લાયકાતલક્ષી છે, જ્યારે પેપર-IIIથી પેપર-VIIના કુલ ૧૨૫૦ ગુણ લેખિત મુખ્ય પરીક્ષા માટે ગણાય છે. અંતિમ પસંદગીમાં ૧૫૦ ગુણની વ્યક્તિત્વ કસોટી પણ સામેલ છે, જેથી કુલ ૧૪૦૦ ગુણના આધારે અંતિમ પસંદગી કરવામાં આવે છે. અભ્યાસક્રમમાં ઇતિહાસ, સંસ્કૃતિ, ભારતીય સમાજ, બંધારણ, શાસન, વિજ્ઞાન-ટેકનોલોજી, પર્યાવરણ, ભૂગોળ, અર્થવ્યવસ્થા તથા નૈતિકતા જેવા વ્યાપક વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
| પેપર | વિષય | કુલ ગુણ |
|---|---|---|
| પેપર 1 | ગુજરાતી ભાષા (Qualifying) | 300 |
| પેપર 2 | અંગ્રેજી ભાષા (Qualifying) | 300 |
| પેપર 3 | નિબંધ | 250 |
| પેપર 4 | સામાન્ય અભ્યાસ – 1 | 250 |
| પેપર 5 | સામાન્ય અભ્યાસ – 2 | 250 |
| પેપર 6 | સામાન્ય અભ્યાસ – 3 | 250 |
| પેપર 7 | સામાન્ય અભ્યાસ – 4 | 250 |
| કુલ (પેપર 3 થી 7) | લેખિત મુખ્ય પરીક્ષા | 1,250 |
| વ્યક્તિત્વ કસોટી | Personality Test | 150 |
અભ્યાસક્રમમાં થયેલા મુખ્ય ફેરફારો
નવા અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાના પેપરના માળખામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં અનુવાદ આધારિત બે પ્રશ્નો તથા બેઠકની કાર્યવાહી નોંધ લખવાનો પ્રશ્ન ઉમેરવામાં આવ્યો છે. ઉપરાંત, ઉમેદવારોની લેખનક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે અરજી લેખનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિષયવાર ફેરફારની દૃષ્ટિએ ભૂગોળના મુદ્દાઓને સામાન્ય અભ્યાસ–૧માંથી સામાન્ય અભ્યાસ–૩માં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે ભારતીય સમાજને સામાન્ય અભ્યાસ–૧ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે.
મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:
ઉમેદવારો તા. ૦૬/૦૮/૨૦૨૬ના રોજ ૧૬:૦૦ કલાકથી તા. ૨૭/૦૮/૨૦૨૬ના રોજ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે.
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.

Instant access
.webp&w=3840&q=75)
Instant access

Instant access
Kanji Kuchhadiya,Nirav Sanchaniya
Kanji Kuchhadiya,Nirav Sanchaniya
Kanji Kuchhadiya,Nirav Sanchaniya
Instant access
Instant access
Instant access