Notifications
You’re up to date
Notifications
You’re up to date
GSSSB Additional Assistant Engineer (Electrical) Syllabus 2026: Detailed Exam Pattern & Topic-Wise Syllabus PDF
Languages
Gujarati, English
Sections
1
Last Updated
14 Aug 2026
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 453/202627 હેઠળ ગુજરાત મેરીટાઇમ બોર્ડના નિયંત્રણ હેઠળની અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-3 ની 02 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પસંદગી માટે એક જ MCQ આધારિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે, જેમાં પ્રશ્નપત્ર Part-A અને Part-B એમ બે ભાગમાં વહેંચાયેલું રહેશે. Part-A ૯૦ ગુણનું રહેશે, જેમાં તાર્કિક કસોટી, ગણિતીય કસોટી, બંધારણ, વર્તમાન પ્રવાહો તથા ગુજરાતી-અંગ્રેજી Comprehensionનો સમાવેશ થાય છે, જ્યારે Part-B ૧૨૦ ગુણનું રહેશે અને તેમાં વિદ્યુત ઇજનેરી સંબંધિત વિષયોના પ્રશ્નો પૂછાશે.કુલ ૨૧૦ પ્રશ્નો માટે ૧૮૦ મિનિટનો સમય આપવામાં આવશે અને ખોટા જવાબ માટે પ્રશ્નના ગુણના ૧/૪ ગુણની નકારાત્મક ગુણાંકન લાગુ પડશે.પરીક્ષામાં Part-A અને Part-B બંનેમાં અલગથી ઓછામાં ઓછા ૪૦% ગુણ મેળવવા ફરજિયાત રહેશે. ઉમેદવારો માટે ભરતી સંબંધિત તમામ નવીનતમ સૂચનાઓ GSSSBની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, તેથી વેબસાઇટ નિયમિત તપાસવી જરૂરી છે.
|
પરીક્ષા આયોજક સંસ્થા |
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ |
|
જાહેરાત ક્રમાંક |
453/202627 |
|
પરીક્ષાનું નામ |
અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત) વર્ગ -૩ |
|
પરીક્ષાનો તબક્કો |
પ્રાથમિક પરીક્ષા (Multiple Choice Questions) |
|
કુલ ગુણભાર |
210 |
|
નેગેટિવ માર્કિંગ |
ખોટા જવાબ માટે પ્રશ્નને ફાળવેલા ગુણના ૧/૪ (0.25) ગુણ |
|
કુલ જગ્યા |
02 |
|
પરીક્ષા ફી |
બિન અનામત વર્ગ માટે Rs. 500 અને અનામત વર્ગ માટે Rs. 400 |
|
અરજીની છેલ્લી તારીખ |
15/08/2026, રાત્રે 23:59 કલાક સુધી |
|
ફી ભરવાની છેલ્લી તારીખ |
18/08/2026, રાત્રે 23:59 કલાક સુધી |
| ક્રમ | વિષય | ગુણ |
|---|---|---|
| ૧ | તાર્કિક કસોટીઓ તથા Data Interpretation | ૩૦ |
| ૨ | ગણિતિક કસોટીઓ | ૩૦ |
| ૩ | ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન | ૩૦ |
| કુલ ગુણ | ૯૦ |
| ક્રમ | વિષય | ગુણ |
|---|---|---|
| ૧ | સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો | ૧૨૦ |
નોંધ: અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે.
(૨) Part-A માં કુલ ૬૦ પ્રશ્નો અને Part-B માં કુલ ૧૨૦ પ્રશ્નો એમ કુલ ૧૮૦ પ્રશ્નો પૂછવામાં આવશે.
(૩) Part-A અને Part-B બંને માટે સંયુક્ત રીતે કુલ ૩ કલાક (૧૮૦ મિનિટ) નો સમય ફાળવવામાં આવશે.
(૪) M.C.Q. પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના ૧/૪ માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે.
(૫) પરીક્ષા પૂર્ણ થયેથી મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રોવિઝનલ આન્સર કી સંબંધે ઉમેદવાર દ્વારા મળેલ વાંધાસૂચનને ધ્યાનમાં લઈ ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે.
(૬) ફાઈનલ આન્સર કીમાં કોઈ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો, તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નના ગુણની બાકી રહેલ પ્રશ્નના ગુણભારામાં પ્રો-રેટા (Pro-Rata) મુજબ ગણતરી કરવામાં આવશે.
(૭) ઉમેદવાર પ્રશ્નનો સાચો જવાબ આપે તો તે પ્રશ્નને પ્રો-રેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે, ખોટો જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો-રેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના ૧/૪ માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે.
gsssb.gujarat.gov.in પર જાઓ.
| વિગત | તારીખ / સમય |
|---|---|
| ઓનલાઈન અરજી શરૂ | ૦૧/૦૮/૨૦૨૬, બપોરે ૨:૦૦ કલાકથી |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૫/૦૮/૨૦૨૬, રાત્રે ૧૧:૫૯ કલાક સુધી |
| પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ | ૧૮/૦૮/૨૦૨૬, રાત્રે ૧૧:૫૯ કલાક સુધી |
| સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ | હજુ જાહેર કરવામાં આવી નથી |
અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-૩ની પરીક્ષામાં ટેકનિકલ વિષયને સૌથી વધુ ૧૨૦ ગુણનું મહત્વ આપવામાં આવ્યું છે, તેથી Electrical Engineeringના મૂળભૂત તેમજ એપ્લાઇડ વિષયો પર મજબૂત પકડ જરૂરી છે.Part-Aમાં ૯૦ ગુણના સામાન્ય વિષયો રહેશે, જ્યારે Part-Bમાં ૧૨૦ ગુણના ટેકનિકલ પ્રશ્નો પૂછાશે.Part-A અને Part-B બંનેમાં અલગથી ઓછામાં ઓછા ૪૦% ગુણ મેળવવા ફરજિયાત છે, તેથી કોઈ એક ભાગને અવગણવો યોગ્ય નથી. સાથે જ ૧/૪ નેગેટિવ માર્કિંગ હોવાથી ઝડપ કરતાં ચોકસાઈને પ્રાથમિકતા આપીને તૈયારી કરવી વધુ ફાયદાકારક રહેશે
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.
Instant access
Vikas Patel
₹100
Vikas Patel
₹100
Instant access