Notifications
You’re up to date
Notifications
You’re up to date
Training Classes operated by the Government of Gujarat
Languages
Gujarati, English
Sections
1
Last Updated
14 Aug 2026
સરદાર પટેલ લોકપ્રશાશન સંસ્થા (SPIPA), અમદાવાદ દ્વારા UPSC Civil Services Examination 2027 (IAS, IFS, IPS વગેરે) તથા અન્ય Group-A કેન્દ્રિય સેવાઓની તૈયારી માટે પ્રશિક્ષણવર્ગ 2026-27 માટે પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી રહી છે. આ નોકરી માટેની ભરતી નથી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત તાલીમ કાર્યક્રમ છે. પ્રવેશ પરીક્ષા 27 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ બે પેપરમાં યોજાશે General Studies-1માં 100 પ્રશ્નો અને 200 ગુણ, જ્યારે General Studies-2 (CSAT)માં 80 પ્રશ્નો અને 200 ગુણ રહેશે. બંને પેપર MCQ આધારિત રહેશે અને પરીક્ષાનું કુલ ગુણભાર 400 ગુણ રહેશે; ખોટા અથવા એકથી વધુ જવાબ માટે પ્રશ્નના કુલ ગુણના 33% ગુણની કપાત થશે. પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ UPSCના ધોરણને અનુરૂપ છે, જેમાં General Studies-1માં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, અર્થવ્યવસ્થા, પર્યાવરણ, વિજ્ઞાન અને Current Affairs જેવા વિષયોનો સમાવેશ થાય છે, જ્યારે CSATમાં Comprehension, Reasoning, Decision Making, Basic Numeracy અને Data Interpretationનો સમાવેશ થાય છે.
ઓનલાઇન અરજી 7 ઓગસ્ટ 2026થી 5 સપ્ટેમ્બર 2026 સુધી સ્વીકારવામાં આવશે અને પ્રવેશ પરીક્ષાનું પરિણામ બંને પેપરના સંયુક્ત 400 ગુણના મેરિટના આધારે તૈયાર કરવામાં આવશે.
SPIPA UPSC પ્રશિક્ષણવર્ગ પરીક્ષા 2026 ની મુખ્ય વિશેષતા
|
પરીક્ષા આયોજક સંસ્થા |
સરદાર પટેલ લોકપ્રશાશન સંસ્થા (SPIPA) |
|
જાહેરાત ક્રમાંક |
202627 |
|
પરીક્ષાનું નામ |
UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2027 (IAS, IFS, IPS વગેરે) તેમજ અન્ય ગ્રુપ “A” કેન્દ્રીય સેવાઓ માટેનો પ્રશિક્ષણવર્ગ 2026-27 |
|
પરીક્ષાનો તબક્કો |
તબક્કો-1 : પ્રાથમિક પરીક્ષા (Multiple Choice Questions) |
|
કુલ ગુણભાર |
400 |
|
નેગેટિવ માર્કિંગ |
દરેક ખોટા જવાબદીઠ 1/3 (33%) ગુણની નકારાત્મક ગુણપદ્ધતિ |
|
શૈક્ષણિક લાયકાત |
સ્નાતક |
|
વય મર્યાદા |
ઓછામાં ઓછા ૨૧ વર્ષ અને વધુમાં વધુ ૩૨ વર્ષ સુધી |
|
પરીક્ષા ફી |
સામાન્ય વર્ગ (General Category)ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. ૫૦૦/- (Non-Refundable) ભરવાની રહેશે. અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC), આર્થિક રીતે નબળા વર્ગ (EWS), દિવ્યાંગ (The Rights of Persons with Disabilities Act, 2016ની જોગવાઈ મુજબ) તથા માજી સૈનિક ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. ૨૦૦/- (Non-Refundable) ભરવાની રહેશે. |
| પેપર | વિષય | કુલ પ્રશ્નો | પ્રતિ પ્રશ્ન ગુણ | કુલ ગુણ |
|---|---|---|---|---|
| પેપર-1 | સામાન્ય અભ્યાસ-1 (General Studies-1) | 100 | 2 ગુણ | 200 ગુણ |
| પેપર-2 | સામાન્ય અભ્યાસ-2 (CSAT) | 80 | 2.5 ગુણ | 200 ગુણ |
| કુલ | 180 પ્રશ્નો | 400 ગુણ |
પેપર-1 માટે 2 કલાક અને પેપર-2 (CSAT) માટે 2 કલાકનો સમય આપવામાં આવશે. બંને પેપર MCQ આધારિત રહેશે અને બંને પેપર આપવાનું ફરજિયાત છે.
નોંધ: ખોટા જવાબ અથવા એક પ્રશ્નમાં એક કરતાં વધુ જવાબ પસંદ કરવા બદલ તે પ્રશ્નના કુલ ગુણના 33% ગુણની કપાત કરવામાં આવશે.
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.
Vikas Patel
₹630
+ ₹60 Shipping