Notifications
You’re up to date
Notifications
You’re up to date
GSSSB Class 3 Multi Purpose Health Worker Syllabus 2026: Detailed Exam Pattern & Topic-Wise Syllabus PDF
Languages
Gujarati
Sections
1
Last Updated
14 Aug 2026
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, વર્ગ-3ની કુલ 119 જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંક 452/2026-27 હેઠળ સીધી ભરતીની પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. પસંદગી માટે એક તબક્કાની MCQ આધારિત CBRT/OMR પરીક્ષા યોજાશે, જેમાં પ્રશ્નપત્ર બે ભાગ Part-A અને Part-B માં વહેંચાયેલું રહેશે. Part-Aમાં 90 પ્રશ્નો/90 ગુણ અને Part-Bમાં 120 પ્રશ્નો/120 ગુણ રહેશે, એટલે સમગ્ર પરીક્ષામાં કુલ 210 પ્રશ્નો અને 210 ગુણ રહેશે. Part-Aમાં Reasoning & Data Interpretation, Quantitative Aptitude, ભારતીય બંધારણ, Current Affairs તથા Gujarati-English Comprehensionનો સમાવેશ થાય છે, જ્યારે Part-Bમાં ઉમેદવારની ટેક્નિકલ લાયકાત અને તેના ઉપયોગ આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. બંને ભાગ માટે સંયુક્ત રીતે 3 કલાક (180 મિનિટ)નો સમય આપવામાં આવશે અને ખોટા જવાબ માટે પ્રશ્નના નિર્ધારિત ગુણના 1/4 ગુણની નકારાત્મક ગુણપદ્ધતિ લાગુ પડશે. પરીક્ષાનું આયોજન નવેમ્બર 2026 દરમિયાન સંભવિત હોવાનું સત્તાવાર જાહેરાતમાં જણાવાયું છે.
|
પરીક્ષા આયોજક સંસ્થા |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
|
જાહેરાત ક્રમાંક |
452/202627 |
|
પરીક્ષાનું નામ |
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, વર્ગ – 3 |
|
પરીક્ષાનો તબક્કો |
તબક્કો-1 : પ્રાથમિક પરીક્ષા (Multiple Choice Questions) |
|
કુલ ગુણભાર |
210 ગુણ |
|
નેગેટિવ માર્કિંગ |
દરેક ખોટા જવાબદીઠ 1/4 (0.25) ગુણની નકારાત્મક ગુણપદ્ધતિ |
|
કુલ જગ્યા |
119 (31/07/2026 નોટિફિકેશન અનુસાર) |
|
પગાર ધોરણ |
પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ રૂ. ૨૬,૦૦૦/-ના ફિક્સ પગારથી નિમણૂક |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વર્ગ-3ની પરીક્ષામાં ઉમેદવારોની તાર્કિક ક્ષમતા, ગણિતીય અભિયોગ્યતા, બંધારણ અને સાંપ્રત પ્રવાહોની સમજ તેમજ સંબંધિત તકનિકી જ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. પરીક્ષાના બંને ભાગમાં વિષયવાર નિર્ધારિત ગુણભાર નીચે મુજબ છે:
| વિષય | કુલ ગુણ | પ્રશ્નોની સંખ્યા |
|---|---|---|
| તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન | 30 ગુણ | 30 પ્રશ્નો |
| ગાણિતિક કસોટીઓ | 30 ગુણ | 30 પ્રશ્નો |
| ભારતનું બંધારણ, સાંપ્રત પ્રવાહો તથા ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન | 30 ગુણ | 30 પ્રશ્નો |
| સંબંધિત તકનિકી વિષય અને તેની ઉપયોગિતા આધારિત પ્રશ્નો | 120 ગુણ | 120 પ્રશ્નો |
| કુલ | 210 ગુણ | 210 પ્રશ્નો |
નોંધ: Part-Aમાં કુલ 90 પ્રશ્નો/90 ગુણ અને Part-Bમાં કુલ 120 પ્રશ્નો/120 ગુણ રહેશે. બંને ભાગ મળીને પરીક્ષાનું કુલ ગુણભાર 210 ગુણ રહેશે.
આ ગુણવિતરણ અને વિષયવાર સ્તર GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર અભ્યાસક્રમ મુજબ છે.
GSSSB વર્ગ-3 CCE 2026નો અભ્યાસક્રમ કેવી રીતે ડાઉનલોડ કરવો?
| મહત્વપૂર્ણ ઘટના | તારીખ / સમય |
|---|---|
| ભરતીની જાહેરાત | જાહેરાત ક્રમાંક 452/2026-27 |
| ઓનલાઇન અરજી શરૂ | 01 ઓગસ્ટ 2026, બપોરે 2:00 વાગ્યાથી |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 15 ઓગસ્ટ 2026, રાત્રે 11:59 વાગ્યા સુધી |
| પરીક્ષા ફી ભરવાની અંતિમ તારીખ | 18 ઓગસ્ટ 2026, રાત્રે 11:59 વાગ્યા સુધી |
| MCQ પરીક્ષાનો સંભવિત મહિનો | નવેમ્બર 2026 |
| પરીક્ષા કેન્દ્ર / ચોક્કસ તારીખ | બાદમાં GSSSB દ્વારા જાહેર કરવામાં આવશે |
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.
+ ₹50 Shipping
+ ₹60 Shipping
₹280
+ ₹40 Shipping