Notifications
4 newJobs, results, call letters & papers
Notifications
4 newJobs, results, call letters & papers
Organization
Gujarat Subordinate Service Selection Board (GSSSB)
Released On
26 Sept 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫-૨૬ મહેસૂલ તલાટી, વર્ગ-3 (મહેસૂલ વિભાગ હસ્તક)ની પરીક્ષા ૧૪-૦૯-૨૦૨૫ના રોજ રાજ્યના વિવિધ કેન્દ્રો પર લેવાઈ હતી, જેની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે:
સંબંધિત ઉમેદવારો માટે ફાઇનલ આન્સર કી (FAK) અંગેની અગત્યની સૂચનાઓ:
પ્રોવિઝનલ આન્સર કી (PAK): આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તારીખ ૧૫-૦૯-૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેના સંદર્ભે તારીખ 15-09-2025 થી 22-09-2025 સુધી ઓનલાઈન વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા હતા.
પ્રશ્નો રદ થવા બાબતે: ઉમેદવારો તરફથી મળેલા વાંધા-સૂચનોને ધ્યાનમાં લેતા, પ્રોવિઝનલ આન્સર કીના પ્રશ્ન નંબર ૪૪ અને પ્રશ્ન નંબર ૧૧૦ ની રચના તથા વિકલ્પોમાં સામાન્ય વિસંગતતા જણાતાં, ઉમેદવારોના વ્યાપક હિતમાં મંડળ દ્વારા આ બંને પ્રશ્નો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી માર્કિંગ સિસ્ટમ (પ્રો-રેટા મુજબ): બે પ્રશ્નો રદ થવાને કારણે હવે ઉમેદવારોને પ્રો-રેટા મુજબ નીચે પ્રમાણે માર્ક્સ મળવાપાત્ર થશે:
કુલ પ્રશ્નો: ૧૯૭
કુલ માર્ક્સ: ૨૦૦
સાચા જવાબ માટે: પ્રતિ પ્રશ્ન +૧.૦૧૫૨૩ માર્ક્સ ગણવામાં આવશે.
ખોટા જવાબ માટે: પ્રત્યેક ખોટા જવાબ માટે -૦.૨૫૩૮૧ માર્ક્સ કાપવામાં આવશે.
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.