Notifications
4 newJobs, results, call letters & papers
Notifications
4 newJobs, results, call letters & papers
Organization
Gujarat Subordinate Service Selection Board (GSSSB)
Released On
28 Jul 2026

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૨૯/૨૦૨૫૨૬ જુનિયર ફાર્માસિસ્ટ, વર્ગ-3 (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ)ની સ્પર્ધાત્મક પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી યોજવામાં આવેલ હતી. જેની ફાઇનલ આન્સર કી (FAK) જાહેર કરવામાં આવી છે:
સંબંધિત ઉમેદવારો માટે ફાઇનલ આન્સર કી (FAK) અંગેની અગત્યની સૂચનાઓ:
પ્રશ્નોમાં થયેલા સુધારા (કુલ 08 પ્રશ્નોમાં ફેરફાર): તા. 30/03/2026 ના રોજ પ્રસિદ્ધ થયેલ પ્રોવિઝનલ આન્સર કી (PAK) સામે મળેલા વાંધા-સૂચનોની નિષ્ણાતો દ્વારા ચકાસણી કર્યા બાદ નીચે મુજબના સુધારા કરવામાં આવ્યા છે:
Part-A: 01 પ્રશ્નનો જવાબ બદલાયો છે અને 01 પ્રશ્નમાં એક કરતાં વધુ જવાબ સાચા ઠરાવવામાં આવ્યા છે.
Part-B: 01 પ્રશ્ન રદ કરવામાં આવ્યો છે, 01 પ્રશ્નનો જવાબ બદલાયો છે અને 04 પ્રશ્નોમાં એક કરતાં વધુ જવાબ સાચા ઠરાવવામાં આવ્યા છે.
નવી માર્કિંગ સિસ્ટમ (પ્રો-રેટા મુજબ): Part-B માં 1 પ્રશ્ન રદ થવાને કારણે ઉમેદવારોને પ્રો-રેટા મુજબ નીચે પ્રમાણે માર્ક્સ મળવાપાત્ર થશે:
Part-A (કુલ 90 પ્રશ્નો): સાચા જવાબ માટે +1.0 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ કપાશે.
Part-B (રદ થયેલ પ્રશ્ન બાદ કુલ 119 પ્રશ્નો): સાચા જવાબ માટે +1.00840 માર્ક્સ ગણાશે અને ખોટા જવાબ માટે -0.25210 માર્ક્સ કપાશે.
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.