- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગના તાબા હેઠળની બાગાયત નિયામક કચેરીની બાગાયત મદદનીશ,વર્ગ–૩ સંવર્ગની કુલ–૧૦૦ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૦૩/૦૮/૨૦૨૬ (બપોરના ૧૪–૦૦ કલાક) થી તા.૧૭/૦૮/૨૦૨૬ (સમય રાત્રિના ૧૧.૫૯ કલાક સુધી) દરમિયાન ઓન–લાઇન અરજી કરવાની રહેશે.
- ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતાં રહેવું.
Key Points:
|
વિગતો
|
માહિતી
|
|
જાહેરાત ક્રમાંક
|
454/202627
|
|
પરીક્ષા લેનાર સંસ્થા
|
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
|
|
જગ્યાનું નામ
|
બાગાયત મદદનીશ,વર્ગ–૩
|
|
કુલ જગ્યાઓ
|
100
|
|
અરજી શરૂ થવાની તારીખ
|
03 ઓગસ્ટ 2026 (14:00 PM)
|
|
અરજી કરવાની અંતિમ તારીખ
|
17 ઓગસ્ટ 2026 (23:59 PM)
|
|
પરીક્ષાની તારીખ
|
નવેમ્બર 2026 (સંભવિત)
|
|
સત્તાવાર વેબસાઇટ
|
gsssb.gujarat.gov.in
|
Vacancy Details:

Eligibility Criteria:
(i) a Diploma in Horticulture obtained from a Polytechnic of any of the Agriculture/Horticulture Universities incorporated or established by or under the Central Agriculture/Horticulture Universities Act or State Agriculture/Horticulture Universities Act in India;
(ii) the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967; and
(iii) adequate knowledge of Gujarati or Hindi or both.
નોંધ:-
(૧) કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગના તા.૨૨/૦૫/૨૦૨૦ના જાહેરનામાં ક્ર:GHKH/51/2020/BGM/1016/116/K8 થી નિયત થયેલ ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓનો અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ, આખરી પસંદગી સમયે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈઓને ધ્યાને લેવામાં આવશે. ઉમેદવારે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાને લઈને જ ઉક્ત જાહેરાત માટે અરજીપત્રકમાં વિગતો ભરવાની રહેશે.
(૨) આ જાહેરાતની કોઈ પણ બાબતે અર્થઘટન સંબંધે ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગે સંબંધિત વિભાગ/ ખાતાના વડાની કચેરીનો પરામર્શ કરીને યોગ્ય તે નિર્ણય લેવામાં આવશે.
Age Limit:
- તા.૧૭/૦૮/૨૦૨૬ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ;
- ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી(સામાન્ય) નિયમો, ૧૯૬૭ની જોગવાઈઓ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.
- સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

Exam Fees:

- પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
- તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબની ફી ઓનલાઇન માધ્યમથી જ ભરવાની થાય છે. ઉમેદવારોએ OJAS વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કરી confirmation number મેળવ્યા બાદ, પરીક્ષા ફી છેલ્લી તા. 20/08/2026 (૨૩:૫૯ કલાક) સુધીમાં ફરજિયાત ઓન–લાઇન ભરવાની રહેશે. ઓન–લાઇન માધ્યમથી ફી ભરવા માટે OJAS વેબસાઇટ પર Online Application ટેબમાં Print Application Form / Pay Fees પર Click કરવાથી Online Payment માટેના Options દેખાશે. જેમાં Online Payment of Fees પર Click કરવું. જેમાં ડેબિટ કાર્ડ (Debit Card), ઈન્ટરનેટ બેંકિંગ (Internet Banking), UPI અથવા વોલેટ (Wallets) દ્વારા ભરવાની રહેશે. આ ચાર માધ્યમ પૈકીના કોઈ પણ એક માધ્યમ દ્વારા ફી ભર્યા બાદ રસીદ જનરેટ થશે, જેની પ્રિન્ટ મેળવી લેવાની સુચના મળશે. Online Application ટેબમાં Print Application Form / Pay Fees પર Click કર્યા બાદ Online Payment Receipt પર કલીક કરવાથી પણ રસીદની પ્રિન્ટ મેળવી શકાશે. ઓનલાઇન માધ્યમથી ફી ભરનાર ઉમેદવારે પરીક્ષા ફી ઉપરાંત નિયમોનુસાર ટ્રાન્જેક્શન ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ બાદ ફી ભરવા માટેની લિન્ક આપોઆપ બંધ થઈ જશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે (લેઈટ ફી લઈને પણ) પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં.
- નોંધ: ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા ઈ–રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહિ અને જ્યાં સુધી ફી ભરાયેલ નહિ હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહિ.
- પરીક્ષા માટેની ફી ઓનલાઈન માધ્યમ સિવાયના અન્ય કોઈ પણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
- પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને તેઓએ જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલ હશે તે માધ્યમથી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે નહીં.
- પરીક્ષા ફી નહીં ભરતા ઉમેદવારની અરજી માન્ય રહેશે નહીં તથા તે ઉમેદવારનું અરજીફોર્મ કોઈ પણ જાતની જાણ કર્યા વગર મંડળ દ્વારા ‘રદ’ કરવામાં આવશે.
- મંડળ દ્વારા અરજી રદ થવાના કિસ્સામાં પણ ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલ પરીક્ષા ફી પરત મળવા પાત્ર (રિફંડ) રહેશે નહીં.
- આ સંવર્ગના ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઓનલાઈન અરજી ભરવા તેમજ ફી ભરવા સંબંધિત કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળની કચેરીના ફોન નંબર: ૦૭૯– ૨૩૨૫૮૯૧૬ પર સંપર્ક કરી શકાશે.
Exam Pattern:
- પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR (Computer Based Respose Test/ Optical Mark Recognisation) પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા: Part-A અને Part-B એમ બે ભાગમાં લેવામાં આવશે. (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે).

- નોંધ : અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે.
- Part-A માં કુલ ૯૦ પ્રશ્નો અને Part-B માં કુલ ૧૨૦ પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો પૂછવામાં આવશે.
- Part-A અને Part-B બંને માટે સંયુક્ત રીતે કુલ ૩ કલાક (૧૮૦ મિનિટ) નો સમય મળવાપાત્ર થશે.
- M.C.Q. પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના ૧/૪ માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટીવ માર્કીંગ પદ્ધતિ અપનાવવામાં આવશે.
- પરીક્ષા પૂર્ણ થયેથી મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રોવિઝનલ આન્સર કી સંબંધે ઉમેદવાર દ્વારા મળેલ વાંધાસૂચનો ધ્યાને લઈ ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે.
- ફાઈનલ આન્સર કી માં કોઈ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો, તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નના ગુણની બાકી રહેલ પ્રશ્નના ગુણભારમાં પ્રો–રેટા (Pro-Rata) મુજબ ગણતરી કરવામાં આવશે.
- ઉમેદવાર પ્રશ્નનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રો–રેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે, ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો–રેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના ૧/૪ માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે.
Result Announcement:
- સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૧૧/૨૦૨૩ તથા ૧૬/૧૨/૨૦૨૫ ના ઠરાવ અનુસાર Part-A અને Part-B નું સ્વતંત્ર (અલાયદું) ન્યુનતમ ગુણવત્તા ધોરણ (Qualifying Standard) રહેશે.
- સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૧૧/૨૦૨૩ અને તા.૧૬/૧૨/૨૦૨૫ના ઠરાવ તથા સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૧૧/૨૦૨૩ પત્રની જોગવાઈઓ અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષાના Part-A માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ ૪૦% અને Part-B માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ ૪૦% રાખવામાં આવેલ છે. તેમાં તમામ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા માર્કસ કરતાં ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં રહેશે નહીં.
- ત્યારબાદ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોનું પ્રોવિઝનલ પરિણામ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.